✔️તરણેતરનાં લોકમેળામાં "૧૯ મી ગ્રામીણ ઓલિમ્પિક સ્પર્ધા"નો શુભારંભ
♦️વિજેતાઓને મહાનુભાવોના હસ્તે રોકડ પુરસ્કાર, સર્ટિફિકેટ અપાયા
👉ચોટીલા ધારાસભ્યશ્રી શામજીભાઈ ચૌહાણના હસ્તે લોકમેળાને ખુલ્લો મૂક્યા બાદ ઉપસ્થિત સર્વે મહાનુભાવોએ મેળાની મુલાકાત લેતા વિવિધ ગ્રામીણ સ્પર્ધાઓ રસપૂર્વક નિહાળી હતી. તેમજ જુદી જુદી સ્પર્ધામાં વિજેતા રમતવીરોને ઈનામો આપી પ્રોત્સાહિત કર્યા હતા.
👉તરણેતરના લોકમેળામાં દર વર્ષે ગ્રામીણ ઓલિમ્પિક સ્પર્ધાઓ યોજાય છે. જેમાં આસપાસના વિસ્તારના યુવાનો મોટી સંખ્યામાં જોડાય છે. આ વર્ષે પ્રથમ દિવસે વરસાદી વાતાવરણમાં લંગડી, ગોળા ફેંક, લાંબી કૂદ સહિતની સ્પર્ધાઓમાં સ્પર્ધકોએ હોંશભેર ભાગ લીધો હતો.
Comments
Post a Comment