સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાના ત્રિનેત્રેશ્વર મહાદેવના સાનિધ્યમાં યોજાતો વિશ્વવિખ્યાત તરણેતરનો લોકમેળો

👉ગુજરાતના અનેક લોકમેળાઓમાં સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાના ત્રિનેત્રેશ્વર મહાદેવના સાનિધ્યમાં યોજાતો વિશ્વવિખ્યાત તરણેતરનો લોકમેળો ઐતિહાસિક, પૌરાણિક અને ધાર્મિક દ્રષ્ટિએ અનેરૂ મહત્વ ધરાવે છે. ભાદરવા સુદ ત્રીજના દિવસે સવારે મહાદેવના પૂજનથી મેળાની શરૂઆત થાય છે. ઋષિપાંચમની વહેલી સવારે ગંગા અવતરણ આરતી બાદ પાળીયાદના મહંત શ્રી દ્વારા ત્રિનેત્રેશ્વર મહાદેવને 52 ગજની ધજા ચડાવવામાં આવે છે. ➡️વર્ષ 1990થી સતત અત્યાર સુધી 34મી ધજા સુરેન્દ્રનગરના બહુચર હોટલ પાસે આવેલી પેનો રામા ટ્રેઈલર્સ (તરણેતરની ધજાવાળા) તૈયાર થાય છે. આ ધજા પ્રફુલભાઈ કાનજીભાઈ સોલંકી પરિવાર દ્વારા ત્રિનેત્રેશ્વર મહાદેવને નિ:શુલ્ક અર્પણ કરવામાં આવે છે.

Comments